ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 16, 2024 4:20 પી એમ(PM) | અમિત શાહ

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે નવી દિલ્હીમાં નાર્કો-કો-ઓર્ડિનેશન સેન્ટરની 7મી સર્વોચ્ચ-સ્તરની બેઠકની અધ્યક્ષતા કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે નવી દિલ્હીમાં નાર્કો-કો-ઓર્ડિનેશન સેન્ટરની 7મી સર્વોચ્ચ-સ્તરની બેઠકની અધ્યક્ષતા કરશે. શ્રી શાહ નેશનલ નાર્કોટીક્સ હેલ્પલાઈન માદક પદાર્થ નિષેધ સુચના કેન્દ્ર ‘માનસ’નું લોકાર્પણ કરશે અને શ્રીનગર ખાતે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઝોનલ ઓફિસનું ઉદ્ઘાટન કરશે.
શ્રી શાહ એનસીબીનો ‘વાર્ષિક અહેવાલ 2023’ અને ‘નશા મુક્ત ભારત’ પર અહેવાલ પણ રજૂ કરશે. આ બેઠક ભારતમાં માદકપદાર્થની હેરાફેરી અને દુરુપયોગનો સામનો કરવા માટે સંકળાયેલી વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓના પ્રયાસોનું સંકલન અને સમન્વય કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.