કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘નશીલા પદાર્થના વેપાર, સાયબર ગુનાઓ, ઘૂસણખોરી, આતંકવાદ અને કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે, આર્ટિફિશિય લઇન્ટેલિજન્સના માધ્યમથી અશાંતિ ફેલાવવાના પ્રયાસ જેવા જોખમો દેશના જવાનોના દ્રઢ સંકલ્પ સામે ના ટકી શકે.’ આજે નવી દિલ્હીમાં પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા શ્રી શાહે કહ્યું કે, ‘સંસદ દ્વારા પસાર કરાયેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓનો અમલ તમામ રાજ્યો અનેકેન્દ્રશાસિત પ્રદેશોમાં પહેલા જ શરૂ થઈ ગયો છે. એક વાર આ કાયદા સંપૂર્ણ રીતે અમલમાં આવી જશે તો દેશની ફોજદારી ન્યાય પ્રણાલી વિશ્વની સૌથી આધુનિક ન્યાય પ્રણાલી બની જશે.’શ્રી શાહે ઉમેર્યું કે, છેલ્લા એક દાયકામાં આપણા જવાનોના સમર્પણ અને કાર્યક્ષમતાના કારણેદેશમાં શાંતિ જાળવવામાં સફળતા મળી છે.
Site Admin | ઓક્ટોબર 21, 2024 7:40 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘નશીલા પદાર્થના વેપાર, સાયબર ગુનાઓ, ઘૂસણખોરી, આતંકવાદ અને કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે, આર્ટિફિશિય લઇન્ટેલિજન્સના માધ્યમથી અશાંતિ ફેલાવવાના પ્રયાસ જેવા જોખમો દેશના જવાનોના દ્રઢ સંકલ્પ સામે ના ટકી શકે.’
