કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘સરકારના કેન્દ્ર અને રાજ્યના સારા સંકલનના કારણે દેશમાં નક્સલવાદનો સંપૂર્ણ રીતે નાશ કરવામાં આવી રહ્યો છે.’ શ્રી શાહે આજે નવી દિલ્હીમાં વામપંથી ઉગ્રવાદ – L.W.E. અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેએક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે કહ્યું કે, ‘નક્સલવાદ વિકાસના માર્ગમાં સૌથી મોટી અડચણ છે.’ શ્રી શાહે તમામ યુવાનોને હથિયાર છોડીને મુખ્યધારામાં આવવાની પણ અપીલ કરી છે. આ બેઠકમાં આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ,ઝારખંડ, તેલંગાણા, ઑડિશા,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. નાયબ રાષ્ટ્રીય સુરક્ષાસલાહકાર અને કેન્દ્ર, રાજ્યો તેમજ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ – C.A.P.F.ના વરિષ્ઠ અધિકારીઓ પણ આ ચર્ચામાંજોડાયા હતા.આ પહેલા ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, કેન્દ્રસરકાર માર્ચ 2026 સુધી વામપંથી ઉગ્રવાદના જોખમનો સંપૂર્ણરીતે નાશ કરવા માટે પ્રતિબદ્ધ છે.
Site Admin | ઓક્ટોબર 7, 2024 7:37 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘સરકારના કેન્દ્ર અને રાજ્યના સારા સંકલનના કારણે દેશમાં નક્સલવાદનો સંપૂર્ણ રીતે નાશ કરવામાં આવી રહ્યો છે
