કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આદિ શંકરાચાર્ય ગ્રંથાવલીનું અમદાવાદ ખાતે વિમોચન કર્યું હતું.આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું હતું કે, 117 વર્ષ જૂની ‘સસ્તું સાહિત્ય’ સંસ્થા ફરી બેઠી થઈ, આગામી 50 વર્ષ સુધી જ્ઞાન પીરસતી રહેશે. સસ્તું સાહિત્ય દ્વારા ‘આદિ શંકર સમગ્ર’ ગ્રંથાવલીનું વિમોચન કરાયું છે, જે ગુજરાતી સાહિત્ય માટે મોટી ઘટના છે. સસ્તું સાહિત્ય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને ડૉ. ગૌતમ પટેલ દ્વારા સંપાદિત આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલીના ભાગ 1થી 15 ગ્રંથોનું અમદાવાદ ખાતે વિમોચન કરાયું હતું.
Site Admin | જાન્યુઆરી 16, 2026 9:50 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં આદિ શંકરાચાર્ય ગ્રંથાવલીની ગુજરાતી ભાષાની આવૃતિનું વિમોચન કર્યું