જાન્યુઆરી 16, 2026 9:19 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ત્રીજા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ત્રીજા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ બાંસેરા પાર્ક મેદાનમાં યોજાશે.દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉત્સવનું આયોજન DDA દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેનો ઉદ્દેશ્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને જનભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. પતંગ મહોત્સવમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ ભાગ લે તેવી અપેક્ષા છે.