જાન્યુઆરી 15, 2026 7:13 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુવાનોને “વિવેક ચૂડામણિ” ગ્રંથ જરૂરથી વાંચવા અનુરોધ કર્યો – અમદાવાદમાં આદિશંકર ગ્રંથોનું વિમોચન.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આદિ શંકરાચાર્યનું જ્ઞાન હવે ગુજરાતી યુવાનોને આંગળીના ટેરવે મળતું થયું છે. અમદાવાદમાં સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને ડૉક્ટર ગૌતમ પટેલ દ્વારા સંપાદિત આદિ શંકર સમગ્ર 15 ગ્રંથોની શ્રેણીનું વિમોચન કરતા તેમણે આ વાત કહી. શ્રી શાહે આ ગ્રંથાવલિને ગુજરાતી સાહિત્ય માટે મહત્વની બાબત ગણાવી. તેમણે કહ્યું સંસ્કૃતમાં રહેલો આદિ શંકરનો જ્ઞાનસાગર હવે માતૃભાષા ગુજરાતીમાં ઉપલબ્ધ થયો છે.
શ્રી શાહે યુવાનોને “વિવેક ચૂડામણિ” અને “ભજ ગોવિંદમ્” જેવા ગ્રંથ વાંચવા પણ આગ્રહ કર્યો હતો. આગામી 50 વર્ષમાં આ ગ્રંથાવલિના પ્રકાશનને સુવર્ણ અક્ષરે યાદ કરાશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો.