જાન્યુઆરી 15, 2026 2:27 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત આદિ શંકરાચાર્યજીની ગ્રંથાવલિનું વિમોચન કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત આદિ શંકરાચાર્યજીની ગ્રંથાવલિનું વિમોચન કર્યું. પાલડીના ટાગોર હૉલ ખાતે યોજાયેલા સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને ડૉક્ટર ગૌતમ પટેલ સંપાદિત આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલિના વિમોચન સમારોહને સંબોધતાં શ્રી શાહે આ વાત કહી. તેમણે આ ગ્રંથાવલિનું સંપાદન અને પ્રકાશનને ડૉક્ટર ગૌતમ પટેલના જીવનની સૌથી મોટી સિદ્ધિ ગણાવી હતી. દરમિયાન શ્રી શાહે સ્વામી અખંડાનંદજીને પણ યાદ કરતા કહ્યું, રાજ્યના સામૂહિક ચરિત્ર નિર્માણમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે.
શ્રી શાહે યુવાનોને ગુજરાતી ભાષામાં અનુવાદ થયેલા ગ્રંથ વિવેક ચુડામણીને એક વાર વાંચવા પણ અપીલ કરી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.