જાન્યુઆરી 14, 2026 7:32 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં હાઉસિંગ બોર્ડના આવાસોનું ભૂમિપૂજન કર્યું અને વિવિધ વિસ્તારમાં પતંગ ચગાવી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના પ્રવાસના બીજા દિવસે આજે સવારે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા. મંદિર પરિસરમાં તેમણે ગૌપૂજન પણ કર્યું હતું. ત્યારબાદ શ્રી શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બૉર્ડની રિડેવલપમેન્ટ યોજના હેઠળ સૂર્યા ઍપાર્ટમેન્ટ વિભાગ-2નું ભૂમિપૂજન કર્યું હતું.
ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રીએ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ઉત્તરાયણ નિમિત્તે પરિવાર અને કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો. ત્યારબાદ શ્રી શાહે અખબારનગર અને નવા વાડજમાં પતંગોત્સવની ઉજવણીમાં ભાગ લીધો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.