જાન્યુઆરી 14, 2026 9:19 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પતંગોત્સવની કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરશે, જગન્નાથ મંદિર અને ગુરૂદ્વારામાં દર્શન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે છે. તેઓ તેમના પ્રવાસના આજના દિવસે અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં દર્શન કરશે. જ્યારે તેઓ નારણપુરામાં કાર્યકર્તાઓ સાથે ત્રણ અલગ અલગ સ્થળોએ પતંગોત્સવની મજા માણશે.જ્યારે નારણપુરામાં સૂર્યા એપાર્ટમેન્ટના રિ-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરશે. તેઓ એસ.જી. હાઇવે સ્થિત ગુરૂદ્વારામાં પણ દર્શન કરશે.જ્યારે ગઇકાલે તેમણે આણંદમાં ચારુસેટ વિશ્વવિદ્યાલયના પંદરમાં પદવીદાન સમારંભમાં વિદ્યાર્થીઓ પદવી એનાયત કરતાં કહ્યું કે, પરિશ્રમ સફળતાની સીડી છે. તેમણે આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.