કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે યુવાનોને શૈક્ષણિક ડિગ્રીઓથી આગળ વધવા અને 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવાના મિશન માટે પોતાને સમર્પિત કરવા હાકલ કરી.
આણંદમાં ચારુસત યુનિવર્સિટીના 15મા દીક્ષાંત સમારોહને સંબોધતા શ્રી શાહે ભાર મૂક્યો કે ‘અમૃત કાલ’ દરમિયાન ભારતને વૈશ્વિક શ્રેષ્ઠતા સુધી પહોંચાડવાની જવાબદારી ફક્ત યુવા પેઢીના ખભા પર છે.
શ્રી શાહે ભાર મૂક્યો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંશોધન અને કૌશલ્ય વિકાસને પ્રાથમિકતા આપીને ભારતને વૈશ્વિક ‘જ્ઞાન મહાશક્તિ’માં ફેરવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમે યુવાનોને રોજગાર સર્જકો બનવા માટે સશક્ત બનાવ્યા છે,
‘આત્મનિર્ભર ભારત’ની સફળતા પર પ્રકાશ પાડતા, ગૃહમંત્રીએ સંરક્ષણ, અવકાશ અને ટેકનોલોજી ક્ષેત્રોમાં સીમાચિહ્નરૂપ સિદ્ધિઓ તરફ ધ્યાન દોર્યું. તેમણે સ્નાતક ઇજનેરો અને વૈજ્ઞાનિકોને રાષ્ટ્રીય સાર્વભૌમત્વને મજબૂત બનાવવા માટે આ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં કેન્દ્રિત સંશોધન કરવા વિનંતી કરી. મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને તેમના સાંસ્કૃતિક વારસો અને માતૃભાષા પર ગર્વ રાખવો.
તેમણે વધુમાં કહ્યું કે આધુનિક શિક્ષણ અને પરંપરાગત મૂલ્યોનું મિશ્રણ એક મહાન નાગરિકની ઓળખ છે. સમારોહ દરમિયાન, 2 હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.અને 45 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રકોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અગાઉ શ્રી શાહે ગાંધીનગરના પેથાપુર ખાતે BSL 4 પ્રયોગશાળા અને અમદાવાદમાં ફાર્માસ્યુટિકલ એકેડેમી ફોર ગ્લોબલ એક્સેલન્સ (PAGE) માટે શિલાન્યાસ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતમાં બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે, જે દેશ માટે અપાર સંભાવનાઓ પ્રદાન કરે છે.
મંત્રીશ્રીએ ગાંધીનગરમાં તેમના વતન, માણસા ખાતે 267 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો.
Site Admin | જાન્યુઆરી 13, 2026 7:56 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુવાનોને શૈક્ષણિક ડિગ્રીઓથી આગળ વધવા ‘વિકસિત ભારત’ બનાવવાના મિશન માટે હાકલ કરી.