જાન્યુઆરી 13, 2026 7:33 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં રાજ્ય સરકાર સંચાલિત દેશની પહેલી બાયોસેફ્ટી લૅબ BSL – 4નું ખાતમુહૂર્ત કર્યું, માણસામાં 267 કરોડના વિકાસકામોના લોકાર્પણ-શિલાન્યાસ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ગુજરાતની ધરતી પરથી આજે ભારતીય સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયો સૅફ્ટી ક્ષેત્રના વિકાસના નવા યુગની શરૂઆત થઈ છે. ગાંધીનગરમાં અંદાજે 362 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્ય સરકાર સંચાલિત દેશની પ્રથમ “બાયોસેફ્ટી લૅબ BSL-4” પ્રયોગશાળાનું ખાતમુહૂર્ત કરતાં તેમણે આ વાત કહી. આ પ્રયોગશાળા જીવલેણ વાયરસ સામે લડવા ભારતનું અભેદ્ય સુરક્ષા કવચ અને જૈવ સુવિધાનો મજબૂત કિલ્લો સાબિત થશે તેવો વિશ્વાસ પણ શ્રી શાહે વ્યક્ત કર્યો.
શ્રી શાહે કહ્યું, આંતર-રાષ્ટ્રીય કક્ષાની આ પ્રયોગશાળા સંશોધકો અને યુવાનો માટે અનેક તકના દ્વાર ખોલશે. ગત એક દાયકામાં દેશની બાયો-ઇકોનોમી 10 બિલિયન ડૉલરથી વધુને 16.6 બિલિયન ડૉલરને પાર પહોંચી હોવાનું પણ શ્રી શાહે પોતાના સંબોધનમાં ઉંમેર્યું હતું.
આ અગાઉ ગાંધીનગરના માણસા ખાતે નગરપાલિકાના 267 કરોડથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી શાહે વર્ષ 2047 સુધીમાં દરેક ક્ષેત્રમાં ભારતને ટોચના સ્થાને લઈ જવા માટેની કેન્દ્ર સરકારની નેમ વ્યક્ત કરી હતી.