કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં આતંકવાદ વિરોધી પરિષદનું ઉદ્ઘાટન કરશે.ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે આ બે દિવસીય પરિષદ, આતંકવાદ વિરોધી કામગીરીમાં રોકાયેલા લશ્કરી દળો, ટેકનિકલ, કાનૂની અને ફોરેન્સિક નિષ્ણાતો માટે રાષ્ટ્રીય સુરક્ષાને અસર કરતા મુદ્દાઓ અને આતંકવાદ દ્વારા ઉભા થતા જોખમો પર ચર્ચા કરવા માટે એક મંચ પૂરું પાડશે.મંત્રાલયે જણાવ્યું છે કે પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય આતંકવાદના ખતરા સામે સંકલિત કાર્યવાહી માટે વિવિધ હિસ્સેદારો વચ્ચે સંકલન સ્થાપિત કરવાનો છે.મંત્રાલયે જણાવ્યું છે કે પરિષદમાં વિદેશી અધિકારક્ષેત્રોમાંથી પુરાવા એકત્રિત કરવા, ડિજિટલ ફોરેન્સિક્સ અને આતંકવાદ વિરોધી તપાસમાં ડેટા વિશ્લેષણ, રાષ્ટ્રીય સુરક્ષા માટે ઉભરતા હાઇબ્રિડ જોખમો, અંગે સત્રો યોજાશે
Site Admin | ડિસેમ્બર 26, 2025 8:32 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં આતંકવાદ વિરોધી પરિષદનું ઉદ્ઘાટન કરશે