ડિસેમ્બર 19, 2025 7:39 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં બંદર સુરક્ષા માટે, બ્યુરો ઓફ પોર્ટ સિક્યુરિટીની રચના કરવા નિર્દેશ આપ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દેશભરમાં એક મજબૂત બંદર સુરક્ષા માળખુ સ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. નવી દિલ્હીમાં જહાજો અને બંદર સુવિધાઓની સુરક્ષા માટે સમર્પિત સંસ્થા, બ્યુરો ઓફ પોર્ટ સિક્યુરિટીની રચના માટે એક બેઠક બોલાવીને, તેમણે નિર્દેશ આપ્યો કે સુરક્ષા પગલાં નબળાઈઓ, વેપાર સંભાવના, સ્થાન અને અન્ય સંબંધિત પરિમાણોને ધ્યાનમાં રાખીને ક્રમિક અને જોખમ-આધારિત રીતે લાગુ કરવામાં આવે.
મંત્રાલયે માહિતી આપી હતી કે બંદર સુરક્ષા બ્યુરોની રચના નવા જાહેર કરાયેલા મર્ચન્ટ શિપિંગ એક્ટ, 2025ની કલમ 13 હેઠળ એક વૈધાનિક સંસ્થા તરીકે કરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.