ડિસેમ્બર 11, 2025 8:26 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર ઘૂસણખોરીનો પોષવાનો આરોપ લગાવ્યો

લોકસભામાં ચૂંટણી સુધારા અને મતદાર યાદીઓના ખાસ સઘન સંશોધન (SIR) પર ઉગ્ર ચર્ચા થઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર આરોપ લગાવ્યો કે, તેઓ તેમની મત બેંક સુરક્ષિત કરવા માટે ઘૂસણખોરોને રક્ષણ આપી રહ્યા છે.
શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે SIRનો ઉદ્દેશ નકલી એન્ટ્રીઓ અને ઘૂસણખોરીને દૂર કરીને મતદાર યાદીઓને શુદ્ધ કરવાનો છે. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું કે, SIRનો હેતુ કોઈ સમુદાયને નિશાન બનાવવાનો નથી પરંતુ લોકશાહીની જાળવણી કરવાનો છે