ડિસેમ્બર 7, 2025 7:54 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટૂંક સમયમાં અમદાવાદ વૈશ્વિક રમતગમતના નકશામાં ટોચ પર હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ ટૂંક સમયમાં વૈશ્વિક રમતગમતના નકશામાં ટોચ પર હશે અને 2036 ઓલિમ્પિક રમતોનું યજમાન બનશે. આજે અમદાવાદમાં એક હજાર 500 કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યા બાદ જાહેર સભાને સંબોધિતા શ્રી શાહે કહ્યું કે અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વ કક્ષાના રમતગમત માળખા અને તાલીમ સુવિધાઓનો અસાધારણ વિસ્તરણ જોવા મળ્યું છે. તેમણે નોંધ્યું કે શહેર 2030 રાષ્ટ્રમંડળ રમતો માટે તૈયાર થઈ રહ્યું છે.
પીએમ મોદીના નેતૃત્વમાં ભારતના સર્વાંગી વિકાસ પર પ્રકાશ પાડતા, શ્રી શાહે જણાવ્યું કે NDA ટૂંક સમયમાં બંગાળ અને તમિલનાડુમાં પણ સરકાર બનાવશે. તેમણે લોકોને હરિત અભિયાનમાં જોડાવા માટે પણ હાકલ કરી.
આ કાર્યક્રમ દરમિયાન, શ્રી શાહે આઠસોથી વધુ EWS આવાસ, ઝૂંપડપટ્ટી વિકાસ કાર્યો અને તળાવો અને બગીચાઓ સહિત વિવિધ અન્ય શહેરી જાહેર સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું. તેમણે ગોતામાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત પણ કર્યું અને અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ લોક-કેન્દ્રિત પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો.
શ્રી શાહે AMCના લગભગ 100 નવા નિયુક્ત સહાયક ફાયરમેનને નિમણૂક પત્રો પણ સોંપ્યા.
શહેરના વૈષ્ણોદેવી સર્કલ નજીક આયોજીત કાર્યક્રમમાં શ્રી શાહે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલના જીવન પર આધારિત પુસ્તક “ચુનોતિયા મુઝે પસંદ હૈ” ની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કર્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.