કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, મહારાજા કૃષ્ણકુમાર સિંહના અભૂતપૂર્વ યોગદાનના કારણે આજે અખંડ ભારતનું નિર્માણ થયું. ભાવનગરમાં ભાજપના જિલ્લા કાર્યાલય “ભાવ કમલમ્”-નું લોકાર્પણ અને જિલ્લા તથા મહાનગર દ્વારા આયોજિત કાર્યકર્તા અભિવાદન સમારોહને સંબોધતા શ્રી શાહે આ વાત કહી.
આ પ્રસંગે શ્રી શાહે ભાવનગર શહેરની સ્વચ્છતાની પણ પ્રશંસા કરી.
શ્રી શાહે પક્ષના કાર્યાલયને કાર્યકર્તાનું બીજું ઘર ગણાવતા આ આધુનિક કાર્યાલયના નિર્માણ બદલ ભાવનગરના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા.
Site Admin | નવેમ્બર 20, 2025 7:10 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અખંડ ભારતના નિર્માણમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહના અભૂતપૂર્વ યોગદાનને યાદ કર્યું – ભાવનગરમાં ભાજપના નવા કાર્યાલયનો શુભાંરભ કરાવ્યો.