કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેઓ ગુજરાત ભાજપના પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અભિવાદન સમારંભમાં ઉપસ્થિત રહેશે. ભાવનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય કમલમનું પણ તેઓ ઉદ્ઘાટન કરશે.
શહેરના નારી ચોકડી ખાતે ભાજપ કાર્યાલય ઉદ્ઘાટન બાદ અમિત શાહ જાહેર સભાને સંબોધશે. આ કાર્યક્રમમાં કેન્દ્રના મંત્રી ડો. મનસુખ માંડવીયા, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને મંત્રી પરષોત્તમ સોલંકી પણ ઉપસ્થિતિ રહેશે. બીજે દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રી કચ્છમાં બીએસએફના સ્થાપના દિનની ઉજવણીમાં ભાગ લેશે.
Site Admin | નવેમ્બર 20, 2025 1:53 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે.