કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે આવશે. ભાવનગરમાં ભાજપના નવા કાર્યાલય ‘કમલમ્’નું ઉદઘાટન કરશે. તેમજ ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અભિવાદન સમારંભમાં ઉપસ્થિત રહેશે . શ્રી શાહની મુલાકાતને લઇને ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે ભાવનગર વિસ્તારમાં ‘નો ફ્લાઇ ઝોન’ જાહેર કરાયું છે. આવતીકાલે ભુજમાં બીએસએફના 60માં સ્થાપના દિવસની ઉજવણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે.
Site Admin | નવેમ્બર 20, 2025 7:42 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, ભાવનગર અને કચ્છમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે