કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે હરિયાણાના ફરીદાબાદ ખાતે યોજાયેલી ઉત્તરીય ઝોનલ પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ પરિષદમાં હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને ચંદીગઢ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખુ, જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા, દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને વરિષ્ઠ અધિકારીઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.
બેઠક દરમિયાન, દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન પાળવામાં આવ્યું હતું. બેઠકમાં રાજ્ય સરકારો વચ્ચે સંકલન, પાણીની વહેંચણીના મુદ્દાઓ અને વિકાસ કાર્યો પર ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા 11 વર્ષમાં વિવિધ ઝોનલ પરિષદો અને તેમની કાયમી સમિતિઓની કુલ 63 બેઠકો યોજાઈ છે.
Site Admin | નવેમ્બર 17, 2025 7:43 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણાના ફરીદાબાદ ખાતે યોજાયેલી ઉત્તરીય ઝોનલ પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી