કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે હરિયાણાના ફરીદાબાદમાં ઉત્તરીય ઝોનલ કાઉન્સિલ (NZC)ની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના ઉપરાજ્યપાલો અને ચંદીગઢના પ્રશાસક સહિત અન્ય લોકો હાજર રહે તેવી અપેક્ષા છે.NZCની 32મી બેઠકમાં રાજ્ય સરકારો વચ્ચે સંકલન, પાણી વહેંચણીના મુદ્દાઓ અને વિકાસ કાર્યો અંગે ચર્ચા થવાની અપેક્ષા છે.
Site Admin | નવેમ્બર 16, 2025 9:15 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે હરિયાણાના ફરીદાબાદમાં ઉત્તરીય ઝોનલ કાઉન્સિલ (NZC)ની બેઠકની અધ્યક્ષતા કરશે