કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, દિલ્હીમાં કારમાં થયેલા આતંકવાદી વિસ્ફોટના જવાબદારોને કાયદાની અદાલતમાં યોગ્ય સજા થાય તે માટે ભારત સરકાર કટિબદ્ધ છે. ભવિષ્યમાં આતંકી ઘટના ન બને તેવું ઉદાહરણ પ્રસ્થાપિત કરાશે. મહેસાણામાં શ્રી મોતીભાઈ આર. સાગર સૈનિક સ્કૂલ અને નવીન સાગર ઑર્ગેનિક પ્લાન્ટ ખેરાલુના ઉદ્ઘાટન સમારોહમાં વર્ચ્ચૂઅલ માધ્યમથી ઉપસ્થિત શ્રી શાહે આ વાત કહી.
દૂધસાગર ડેરી અને દૂધસાગર સંશોધન અને વિકાસ સંગઠન – DURDA દ્વારા સંચાલિત આ કાર્યક્રમને સંબોધતા શ્રી શાહે રાજ્યના પશુપાલકો માટે કામ કરનારા મહાનુભાવોને પણ યાદ કર્યા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણા ખાતે યોજાયેલા સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | નવેમ્બર 13, 2025 7:55 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દિલ્હીમાં થયેલા આતંકી વિસ્ફોટના જવાબદારોને યોગ્ય સજા થાય તે માટે ભારત સરકાર કટિબદ્ધ.