કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે માહિતી આપી હતી કે સરકાર આગામી પાંચ વર્ષમાં દેશભરમાં સહકારી ધોરણે ઊંડા દરિયામાં માછીમારી કરતાં અંદાજે 200 જહાજોનું વિતરણ કરવાની યોજના બનાવી રહી છે. મુંબઈના મઝગાંવ ડોક ખાતે બે માછીમારી જહાજોનું વિતરણ કર્યા બાદ અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ લાભાર્થીઓને જહાજ નોંધણી પ્રમાણપત્રો અને જહાજોની ચાવીઓ સોંપ્યા બાદ શ્રી શાહે આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, સરકારનો ઉદ્દેશ ભારતના માછીમારી ઉદ્યોગને મજબૂત કરવા અને મહેનતુ માછીમારો સુધી નફો પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે દરિયાઈ પેદાશોના સંગ્રહ, પ્રક્રિયા અને નિકાસને સરળ બનાવવા માટે એક વ્યાપક યોજના રજૂ કરવાનો પણ છે.
ભારતના વિશાળ દરિયાકાંઠાના મહત્વ પર પ્રકાશ પાડતા શ્રી શાહે કહ્યું કે તેમાં અપાર શક્યતાઓ અને સંભાવનાઓ રહેલી છે. તેમણે વધુમાં માહિતી આપી કે 2014 માં ભારતનું દરિયાઈ ઉત્પાદન 102 લાખ ટન હતું, જે હવે 195 લાખ ટન સુધી પહોંચી ગયું છે.
Site Admin | ઓક્ટોબર 27, 2025 7:50 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આગામી પાંચ વર્ષમાં સહકારી ધોરણે દરિયામાં માછીમારી કરતાં 200 જહાજનું વિતરણ કરવાની સરકારની યોજના