કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મુંબઈમાં ઈન્ડિયા મેરીટાઇમ વીક -2025નું ઉદ્ઘાટન કર્યુ હતું. ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, ભારત દરિયાકિનારાની દ્રષ્ટિએ એક ઉભરતુ રાષ્ટ્ર છે અને દરિયાઇ ક્ષેત્રનુ પણ દેશના જીડીપીમાં મહત્વપૂર્ણ યોગદાન છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંમેલનમાં દરિયાઇ ક્ષેત્રના વિકાસ અને તેના વિવિધ પાસાઓની ચર્ચા કરાશે .
ભારતીય બંદર સંગઠનની ભાગીદારીમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા આયોજિત પાંચ દિવસના આ કાર્યક્રમમાં ટકાઉ દરિયાઈ વૃદ્ધિ અને વેપાર વિસ્તરણ માટેના ભારતના વિઝનને પ્રદર્શિત કરાશે.
આ કાર્યક્રમમાં ભારત અને વિદેશના દરિયાઈ ઉદ્યોગના નેતાઓ, નીતિ નિર્માતાઓ, રોકાણકારો, નવીનતાઓ અને હિસ્સેદારોની ભાગીદારી પણ જોવા મળી હતી.
Site Admin | ઓક્ટોબર 27, 2025 2:11 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મુંબઈમાં ઈન્ડિયા મેરીટાઇમ વીક -2025નંં ઉદ્ઘાટન કરતાં કહ્યું, દરિયાઇ ક્ષેત્રનું દેશના જીડીપીમાં મહત્વપૂર્ણ યોગદાન.