ઓક્ટોબર 27, 2025 9:24 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મુંબઈમાં ઈન્ડિયા મેરીટાઇમ વીક -2025નું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મુંબઈમાં ઈન્ડિયા મેરીટાઇમ વીક -2025નું ઉદ્ઘાટન કરશે. ભારતીય બંદર સંગઠનની ભાગીદારીમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા આયોજિત પાંચ દિવસના આ કાર્યક્રમમાં ટકાઉ દરિયાઈ વૃદ્ધિ અને વેપાર વિસ્તરણ માટેના ભારતના વિઝનને પ્રદર્શિત કરાશે.આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ગોવા,મહારાષ્ટ્ર અને ઓડિશાના મુખ્યમંત્રી પણ જોડાશે.આ કાર્યક્રમમાં ભારત અને વિદેશના દરિયાઈ ઉદ્યોગના નેતાઓ, નીતિ નિર્માતાઓ, રોકાણકારો અને હિસ્સેદારોની ભાગીદારી જોવા મળશે.