કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં અંદાજે એક હજાર 130 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સૌથી પહેલા અમદાવાદના સાણંદમાં 805 કરોડ રૂપિયાના ખર્ચે શાંતિપૂરા—ખોરજ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ – GIDC માર્ગના છ માર્ગીયકરણનું ખાતમુહૂર્ત કર્યું. કુલ 28 પૂર્ણાંક આઠ કિલોમીટર લંબાઈના માર્ગનું છ માર્ગીયકરણ બંને તરફ સર્વિસ રોડ, 13 પૂલને પહોળા કરવા સહિત એક છ-માર્ગીય ઊંચા પૂલનું પણ નિર્માણ કરાશે. ત્યારબાદ શ્રી શાહે ગાંધીનગરના સેક્ટર 17માં 28 હજાર 576 ચોરસ મીટરમાં 325 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કર્યું. આ નિવાસમાં વિશાળ બગીચા, બહુહેતુક સભાખંડ, વ્યાયામશાળા અને દવાખાનું, વાહન મુકવાના સ્થળ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. વરસાદી પાણીના સંગ્રહ અને પર્યાવરણ જાળવણીના વિચારને અનુરૂપ પાણીના સંગ્રહ માટેના માળખા અને 600 વૃક્ષનું વાવેતર સાથે આ નિવાસ સંકુલ તૈયાર કરાયું છે.
Site Admin | ઓક્ટોબર 23, 2025 7:49 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં અંદાજે એક હજાર 130 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું