કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં 28 હજાર 576 ચોરસ મીટરમાં નવનિર્મિત 325 કરોડ રૂપિયાના ખર્ચે સદસ્ય નિવાસ સંકુલનું આજે લોકાર્પણ કર્યું હતું.
રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા આ સદસ્ય નિવાસ સંકુલ સેક્ટર 17માં કુલ 28 હજાર 576 ચોરસ મીટરમાં નિર્માણ પામ્યું છે અને પ્રતિ આવાસ 238.45 ચોરસ મીટરની મોકળાશ ભરી જગ્યામાં 3 બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, ઓફિસ રૂમ તથા સર્વન્ટ રૂમની સુવિધા યુક્ત છે.
કેચ ધ રેઇન અને પર્યાવરણ જાળવણીના પ્રધાનમંત્રીના વિચારને અનુરૂપ વરસાદી પાણીના સંગ્રહ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રકચર તથા ૬૦૦ વૃક્ષોના વાવેતર સાથેનું નિવાસ સંકુલ બનાવવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ઓક્ટોબર 23, 2025 6:59 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં નવનિર્મિત 325 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કર્યું.