ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 23, 2025 2:41 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના સાણંદમાં 805 કરોડ રૂપિયાના ખર્ચે શાંતિપુરા—ખોરજ G.I.D.C. માર્ગના છ માર્ગીયકરણનું ખાતમુહૂર્ત કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના સાણંદમાં 805 કરોડ રૂપિયાના ખર્ચે શાંતિપુરા—ખોરજ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ – G.I.D.C. માર્ગના છ માર્ગીયકરણનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કુલ 28 પૂર્ણાંક આઠ કિલોમીટર લંબાઈના માર્ગનું છ-માર્ગીયકરણ બંને તરફ સર્વિસ રોડ, 13 પૂલને પહોળા કરવા સહિત એક છ-માર્ગીય ઊંચા પૂલનું પણ નિર્માણ કરાશે.
ઉલ્લેખનીય છે કે, સાણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ – GSRDC હસ્તકના આ માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. હાલમાં દરરોજ સરેરાશ 43 હજારથી વધુ વાહનોની અવરજવરને કારણે ટ્રાફિકજામની સમસ્યા નિવારવા ચાર માર્ગીય રસ્તાને છ માર્ગીય બનાવવાની જરૂરિયાત હતી.
આ ઉપરાંત ઉલારિયા અને તેલાવ બંને સ્થળે, સાણંદ GIDC અને ખોરજ GIDC ખાતે એમ કુલ પાંચ નવા અંડરપાસ બનાવાશે. ઉપરાંત પ્રૉજેક્ટ માર્ગ સાથે જોડાતા રસ્તાઓ પર 172 જેટલા નાળા / કલ્વર્ટનું બાંધકામ અથવા નવીનીકરણ કરાશે.
આ પ્રસંગે શ્રી શાહ અને શ્રી પટેલે સાણંદના નાગરિકોને મળી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.