ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 23, 2025 2:37 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં સેક્ટર 17માં 28 હજાર 576 ચોરસ મીટરમાં તૈયાર કરાયેલા સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં સેક્ટર 17માં 28 હજાર 576 ચોરસ મીટરમાં તૈયાર કરાયેલા સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કર્યું. 325 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ નિવાસમાં વિશાળ બગીચા, બહુહેતુક સભાખંડ, વ્યાયામશાળા અને દવાખાનું, વાહન મુકવાના સ્થળ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.
વરસાદી પાણીના સંગ્રહ / કેચ ધ રૅઈન અને પર્યાવરણ જાળવણીના વિચારને અનુરૂપ પાણીના સંગ્રહ માટેના માળખા અને 600 વૃક્ષનું વાવેતર સાથે આ નિવાસ સંકુલ તૈયાર કરાયું છે. પ્રતિ આવાસ 238.45 ચોરસ મીટરની જગ્યામાં ત્રણ બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, ઑફિસ રૂમ અને સર્વન્ટ રૂમની સુવિધા છે.
આ ઉપરાંત હાલના 12 બ્લોકના 216 આવાસમાંથી 10 બ્લોકના 180 આવાસમાં ફિક્સ તથા લૂઝ ફર્નિચર સાથે અને બાકીના 2 બ્લોકના 36 આવાસ ફક્ત ફિક્સ ફર્નિચર સાથે તૈયાર કરાયા છે.