કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છેલ્લા બે દિવસમાં થયેલા કુલ 258 નક્સલીઓના આત્મસમર્પણને નક્સલવાદ સામેની લડાઈમાં સીમાચિહ્નરૂપ ગણાવ્યું. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું કે છત્તીસગઢમાં આજે 170 જ્યારે ગઈકાલે 27 નક્સલીઓ, તેમજ મહારાષ્ટ્રમાં પણ 61 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે.
તેમણે ઉમેર્યું કે, ગયા વર્ષે, છત્તીસગઢમાં બે હજારથી વધુ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે, લગભગ 1800 ની ધરપકડ કરવામાં આવી છે અને રાજ્યમાં 450 થી વધુનો ખાત્મો કરવામાં આવ્યો છે.
શ્રી શાહે નક્સલીઓના હિંસા છોડી દેવાના નિર્ણયની પ્રશંસા કરી, દેશના બંધારણમાં વિશ્વાસ વ્યક્ત કર્યો. શ્રી શાહે વધુમાં ભાર મૂક્યો કે, જેઓ આત્મસમર્પણ કરવા માંગે છે તેમનું સ્વાગત છે, અને જેઓ હજુ પણ બંદૂક ચલાવવાનું ચાલુ રાખશે તેમને ભારતીય સેનાનો સામનો કરવો પડશે. તેમણે ઉમેર્યું કે આ આંકડા આગામી વર્ષના 31 માર્ચ પહેલા નક્સલવાદને ખતમ કરવાના સરકારના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે.
Site Admin | ઓક્ટોબર 16, 2025 7:53 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બે દિવસમાં 258 નક્સલવાદીઓના આત્મસમર્પણને નક્સલવાદ સામેની લડાઈમાં સીમાચિહ્નરૂપ ગણાવ્યું.
