કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવી છે. શ્રી શાહે કહ્યું કે, દેશને આતંકવાદના ખતરાથી બચાવવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે.
હરિયાણાના માનેસરમાં રાષ્ટ્રીય સુરક્ષા રક્ષક- NSGના 41મા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા શ્રી શાહે કહ્યું કે, દેશમાં સંગઠિત ગુના અને આતંકવાદ સામે લડવામાં NSG મોખરે રહ્યું છે. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રાષ્ટ્રીય સુરક્ષા રક્ષકનું એક કેન્દ્ર સ્થાપિત કરાશે.
કાર્યક્રમ દરમિયાન, શ્રી શાહે સ્પેશિયલ ઓપરેશન્સ ટ્રેનિંગ સેન્ટરનો શિલાન્યાસ કર્યો જે આતંકવાદનો સામનો કરવા માટે અદ્યતન તાલીમ પૂરી પાડશે
Site Admin | ઓક્ટોબર 14, 2025 7:56 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દેશમાં સંગઠિત ગુના અને આતંકવાદ સામે લડવામાં NSG મોખરે
