ઓક્ટોબર 5, 2025 8:05 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેડૂતોને માત્ર સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ કરવા પ્રધાનમંત્રીની અપીલને અનુસરવા વિનંતી કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેડૂતોને ફક્ત સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને અનુસરવા વિનંતી કરી.તેમણે કહ્યું કે જો નાગરિકો સામૂહિક રીતે સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરશે તો તે દેશના આર્થિક વિકાસને નોંધપાત્ર રીતે વેગ આપશે.
તેમણે ખાતરી આપી કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પૂર નુકસાન અંગેનો વિગતવાર અહેવાલ રજૂ કરાયા બાદ કેન્દ્ર સરકાર ખેડૂતો માટે વિના વિલંબે સહાયની જાહેરાત કરશે. મહારાષ્ટ્રના અહિલ્યાનગર ખાતે પદ્મશ્રી ડૉ. વિઠ્ઠલરાવ વિખે પાટિલ અને પદ્મભૂષણ ડૉ. બાળાસાહેબ વિખે પાટિલની આદમ-કદની પ્રતિમાઓનું અનાવરણ અને પદ્મશ્રી ડૉ. વિઠ્ઠલરાવ વિખે પાટિલ સહકારી ખાંડ ફેક્ટરીના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતાં શ્રી શાહે માહિતી આપી કે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે 3 હજાર 132 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી છે. જેમાં મહારાષ્ટ્ર માટે 215 કરોડ રૂપિયાનું ખાસ પેકેજ પણ સામેલ છે.