કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારત એક વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે ખાદી તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.ગૃહમંત્રીએ હરિયાણાના રોહતકમાં મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીના કેમ્પસમાં આયોજિત ખાદી કારીગર મહોત્સવમાં કારીગરો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે સ્વતંત્રતા સમયે એવું જોવા મળ્યું કે સ્વદેશી અને માતૃભાષા વિના સ્વરાજનું સ્વપ્ન અધૂરું છે.શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રીએ તાજેતરમાં 395થી વધુ વસ્તુઓ પર GST ઘટાડીને લોકોને દિવાળીની ભેટ આપી છે.
Site Admin | ઓક્ટોબર 4, 2025 8:19 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારત એક વિકસિત રાષ્ટ્ર બનવા તરફ અગ્રેસર
