કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આજે, પૂર્વોત્તર અને જમ્મુ અને કાશ્મીર વિકાસ અને શાંતિના માર્ગ પર આગળ વધી રહ્યા છે.તેઓ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શિખર સંમેલન ‘નક્સલ મુક્ત ભારત: શ્રી મોદીના નેતૃત્વ હેઠળ લાલ આતંકનો અંત’ ના સમાપન સત્રમાં બોલી રહ્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે સરકારે ત્રણ મુખ્ય સ્તંભો- સંવાદ, સુરક્ષા અને સંકલન – પર કામ કર્યું છે જેના કારણે 2004થી 2014ના દાયકાની તુલનામાં 2014 થી 2024 દરમિયાન પૂર્વોત્તરમાં સુરક્ષા કર્મચારીઓના મૃત્યુમાં 70 ટકાનો ઘટાડો થયો છે. આ જ સમયગાળા દરમિયાન આ ક્ષેત્રમાં હિંસાને કારણે નાગરિકોના મૃત્યુમાં પણ 85 ટકાનો ઘટાડો થયો છે.
Site Admin | સપ્ટેમ્બર 29, 2025 8:44 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું – આજે, પૂર્વોત્તર અને જમ્મુ અને કાશ્મીર વિકાસ અને શાંતિના માર્ગ પર આગળ વધી રહ્યા છે
