કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર અતિથિ ગૃહ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ. તેમાં ટ્રન્ક લાઇન તથા બાવળા, સાણંદ અને કલોલ વિસ્તારના વરસાદી પાણીના નિકાલ અને ગટરના વિવિધ કામ અંગે ચર્ચા કરવામાં આવી. સાથે જ વરસાદી પાણીના નિકાલ માટે મોજણી કરી ટૂંકા તથા લાંબા ગાળાના ઉપાય રજૂ કરાયા. શ્રી શાહે આ ઉપાય અંગે ચોમાસાની ઋતુ પહેલા કાર્યવાહી પૂર્ણ કરવા સૂચન આપ્યા.
સમીક્ષા બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મુખ્યસચિવ પંકજ જોષી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ-નિર્માણ વિભાગના મુખ્યસચિવ એમ. થેન્નારાસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 23, 2025 7:11 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર અતિથિ ગૃહ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ.