ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 23, 2025 7:09 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી ત્રણ વર્ષમાં ભારત વૈશ્વિક નવિનતા સૂચિમાં ટોચના 10 દેશેમાં સ્થાન પામશે તેવી નેમ વ્યક્ત કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દેશમાં ગત એક દાયકામાં સ્ટાર્ટ-અપ ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે, જેના પરિણામે ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટ-અપ તંત્ર બન્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે બે દિવસની સ્ટાર્ટ-અપ પરિષદનો પ્રારંભ કરાવતા શ્રી શાહે સ્ટાર્ટ-અપ વ્યવસ્થાને નવા ભારતની કરોડરજ્જૂ સમાન ગણાવી. તેમણે આગામી ત્રણ વર્ષમાં યુવાશક્તિના આધારે ભારત વૈશ્વિક નવિનતા સૂચિમાં ટોચના 10 દેશમાં સ્થાન પામશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.

રાજ્યમાં સ્ટાર્ટ-અપ ક્ષેત્રે લેવાયેલા પગલાને આવકારતા શ્રી શાહે કહ્યું, 16 હજાર સ્ટાર્ટ-અપ સાથે ગુજરાત આજે દેશમાં અગ્રણી છે. તેમણે દેશના અન્ય રાજ્યોને ગુજરાતનું આઈ-હબ નમૂનાને અપનાવવા પણ સૂચન કર્યું.

આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન પૂરું પાડવા મોદી સરકારે વ્યાપક પગલા લીધા છે. અને સેમિ—કન્ડકટર જેવા ઉભરાતા ક્ષેત્રના દ્વાર યુવાનો માટે ખોલ્યા છે. રાજ્યમાં આ વર્ષે ચાર પ્રાદેશિક સ્ટાર્ટ-અપ કેન્દ્ર અને છ સરકારી સંસ્થામાં કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I. પ્રયોગશાળા બનાવાશે તેમ પણ શ્રી પટેલે ઉમેર્યું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.