ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 22, 2025 2:56 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે છે. તેઓ આજે સવારે સુરતમાં વરાછા ખાતે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ- ઇસ્કૉન મંદિરના ભૂમિપૂજન સમારોહમાં ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવ જોડાયા હતા. ત્યારબાદશ્રી શાહ હવે રાજકોટમાં RDC બૅન્કના પૂર્વ અધ્યક્ષ વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાથે જ તેઓ રાજકોટ જિલ્લા સહકારી બૅન્ક સહિત જિલ્લાકક્ષાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં જોડાશે. ત્યારબાદ શ્રી શાહ ખાનગી સમાચારપત્રની 105મી વર્ષગાંઠની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
શ્રી શાહ આજે રાત્રે અમદાવાદમાં સેટેલાઈટ વિસ્તારની ક્લાઉડ નાઇન સોસાયટી, સરખેજના વ્રજધામ ઍપાર્ટમેન્ટ અને શેલા રોડ પર આવેલા ઑર્ચિડ લેગસી ખાતે નવરાત્રિ ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.