ગુજરાતના સુરત પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના સુરત અને અમદાવાદ સહિતના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા સહિતના કાર્યકમોમાં ઉપસ્થિત રહેશે.શ્રી શાહ આ પ્રવાસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. શ્રી શાહ આજે સુરત અને રાજકોટના કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે સવારે તેઓ સુરત ખાતે નિર્માણ પામનાર ઇસ્કોન વરાછા મંદિરનું ભૂમિપૂજન કરશે. બપોરે શેઠ શ્રી ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી પૌષધશાળા ખાતે ગચ્છાધિપતિ પરમ પૂજ્ય શ્રી વિજય અભયદેવ સુરીશ્વરજી મહારાજના દર્શન કરશે.ત્યારબાદ અમદાવાદના જોધપુર તથા સરખેજમાં નવરાત્રીના કાર્યક્રમમાં સહભાગી થશે. આવતીકાલે તેઓ ગાંધીનગરમાં વિવિધ 11 સ્થળોએ કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં ઈફ્કો ખાતે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ તેમજ ગાંધીનગર, માણસા અને કલોલના વિવધ કાર્યક્રમમાં ભાગ લેશે.ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક કરશે. તેઓ ગાંધીનગરમાં ગટર અને પાણીના કામોની અને અમદાવાદમાં ટ્રંક લાઈનના કામોની સમીક્ષા કરશે. શ્રી શાહ સ્ટાર્ટ કોંકલેવ સહિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તથા નવરાત્રી નિમિત્તે માણસામાં કુળદેવીના દર્શન કરશે.
Site Admin | સપ્ટેમ્બર 22, 2025 8:46 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે