સપ્ટેમ્બર 21, 2025 7:54 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દિવ્યાંગ વ્યક્તિઓને સહાનુભૂતિથી નહી પરંતુ દિવ્યતાના પ્રતિક તરીકે જોવા જોઇએ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે રાજસ્થાનના જોધપુરમાં શ્રી પારસમલ બોહરા કોલેજ ફોર ધ બ્લાઈન્ડના નવા મકાનોનો શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. આ તકે, ગૃહમંત્રીએ કહ્યું કે, સમાજ સેવામાં નાની પહેલ એ દિવ્યાંગો માટે મોટા પરિવર્તન લાવી શકે છે અને દિવ્યાંગ વ્યક્તિઓને સહાનુભૂતિથી નહીં પરંતુ દિવ્યતાના પ્રતીક તરીકે જોવી જોઈએ. સમાજ, સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી કંઈપણ અશક્ય નથી. પેરાલિમ્પિકમાં ભારતના 52 મેડલનો ઉલ્લેખ કરતા,શ્રી શાહે જણાવ્યું હતું કે, સિદ્ધિઓ સાબિત કરે છે કે દિવ્યાંગ વ્યક્તિઓ કંઈ પણ કરી શકે છે જો તેમની આંતરિક શક્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે.
વધુમાં શ્રી શાહે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગની સ્થાપના કરી, જેનું બજેટ વર્ષ 2014માં 338 કરોડ રૂપિયા હતું જે વધીને આજે 1 હજાર 313 કરોડ રૂપિયા થયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.