કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિતે દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે 15 મુખ્ય યોજનાઓનો શુભારંભ કરાવશે.આ યોજનાઓમાં દૃષ્ટિહીન કોલેજ જતી છોકરીઓ માટે અટલ દ્રષ્ટિ છાત્રાલય, બૌદ્ધિક રીતે અપંગો માટે અટલ આશા ગૃહ, અને વરિષ્ઠ નાગરિકો માટે સાવિત્રીબાઈ ફૂલે ગૃહનો સમાવેશ થાય છે. આ પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે આજથી શરૂ થનારા “સેવા પખવાડા”નો એક ભાગ છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટ્સ સમાજનો કોઈપણ વર્ગ પાછળ ન રહે તેની ખાતરી કરવા માટે તેમની સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
Site Admin | સપ્ટેમ્બર 17, 2025 8:43 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રધાનમંત્રીના 75મા જન્મદિવસ નિમિતે દિલ્હીમાં 15 મુખ્ય યોજનાઓનો શુભારંભ કરાવશે
