કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નશીલા પદાર્થ વિરોધી કાર્યદળના વડાઓના બીજા રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. બે દિવસીય આ પરિષદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દેશને ડ્રગ્સ મુક્ત બનાવવાના સંકલ્પને મજબૂત બનાવશે અને આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રોડમેપ બનાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે.
શ્રી શાહે કહ્યું કે ડ્રગ્સ મુક્ત ભારત અભિયાન હાલમાં દેશભરના 372 જિલ્લાઓમાં ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે 10 કરોડ લોકો અને ત્રણ લાખ શૈક્ષણિક સંસ્થાઓ આ અભિયાન સાથે સંકળાયેલી છે. શ્રી શાહે કહ્યું કે આ અભિયાન દેશના દરેક જિલ્લામાં ચલાવવું જોઈએ અને બધી શૈક્ષણિક સંસ્થાઓએ તેમાં જોડાવું જોઈએ. તેમણે કહ્યું કે ડ્રગ્સ સામેની લડાઈ ત્યારે જ સફળ થઈ શકે છે જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ વિભાગો એક દિશામાં સાથે મળીને કામ કરે.
આ પ્રસંગે શ્રી શાહે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના વાર્ષિક અહેવાલ 2024નું વિમોચન કર્યું અને ઓનલાઈન ડ્રગ્સ નિવારણ અભિયાન પણ શરૂ કર્યું. પરિષદ દરમિયાન આઠ ટેકનિકલ સત્રોનું આયોજન કરવામાં આવશે. આ પરિષદનો વિષય છે – સંયુક્ત સંકલ્પ, સહિયારી જવાબદારી.
Site Admin | સપ્ટેમ્બર 16, 2025 7:52 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડ્રગ્સની સમસ્યાનો સામનો કરવા કેન્દ્ર અને રાજ્યોને સાથે મળીને કામ કરવા હાકલ કરી