કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ના બીજા રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વડાઓ ઉપરાંત, અન્ય સરકારી વિભાગોના હિસ્સેદારો પણ આ સંમેલનમાં હાજરી આપી રહ્યા છે. બે દિવસીય આ સંમેલન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડ્રગ-મુક્ત ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત કરવા અને આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એક રોડમેપ ઘડવા માટે એક વ્યૂહાત્મક પ્લેટફોર્મ તરીકે કામ કરશે.
આ પ્રસંગે બોલતા, શ્રી શાહે માહિતી આપી કે નશા-મુક્ત ભારત અભિયાન હાલમાં દેશભરના 372 જિલ્લાઓમાં યોજાઈ રહ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો કે દસ કરોડ લોકો અને ત્રણ લાખ શૈક્ષણિક સંસ્થાઓ આ અભિયાન સાથે સંકળાયેલી છે. મંત્રીશ્રીએ ભાર મૂક્યો કે આ અભિયાન દેશના દરેક જિલ્લામાં હાથ ધરવામાં આવવું જોઈએ અને બધી શૈક્ષણિક સંસ્થાઓ તેની સાથે જોડાયેલી હોવી જોઈએ. શ્રી શાહે ઉમેર્યું કે ડ્રગ્સ સામેની લડાઈ ત્યારે જ સફળ થઈ શકે છે જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ વિભાગો એક જ દિશામાં આગળ વધે.
આ તકે ગૃહમંત્રી શ્રી શાહે જણાવ્યુ કે આપની યુવાપેઢીને ડ્રગ્સના દૂષણથી બચાવવી ખૂબ જરૂરી છે
આ પ્રસંગે ગૃહમંત્રીએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો વાર્ષિક અહેવાલ- 2024 બહાર પાડ્યો અને ઓનલાઈન ડ્રગ ડિસ્પોઝલ ઝુંબેશ શરૂ કરી. કોન્ફરન્સ દરમિયાન, આઠ ટેકનિકલ સત્રો યોજાશે જેમાં ડ્રગ ફ્રી ઇન્ડિયા @2047, તપાસ અને ટ્રાયલ્સમાં અસરકારકતામાં સુધારો કરવાનો સમાવેશ થાય છે. આ વખતે આ રાષ્ટ્રીય સંમેલનની થીમ છે યુનાઇટેડ રિઝોલ્યુશન, શેર્ડ રિસ્પોન્સિબિલિટી.
Site Admin | સપ્ટેમ્બર 16, 2025 2:14 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, સંઘર્ષ હવે નશાના વેપારને રોકવાનો નહીં પણ ડ્રગ્સના દૂષણને ડામવાની સામે છે.
