ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 31, 2025 6:58 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં આજે ગૃહ વિભાગના ડાયલ 112 જનરક્ષક પ્રૉજેક્ટ, નવનિર્મિત મકાન અને પોલીસ વાહનોનું લોકાર્પણ કર્યું.
આ પહેલા તેઓ અમદાવાદમાં સહિતના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. શ્રી શાહ ઘાટલોડિયા વિસ્તારના આયુષ્માન વનમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા. તેમણે લાલ દરવાજા વિસ્તારમાં અંદાજે 12 કરોડ રૂપિયાના ખર્ચે નવિનીકરણ કરાયેલા સરદાર બાગનું લોકાર્પણ કર્યું. સરદાર બાગને લોકો માટે આજથી ખૂલ્લો મૂકાયો છે.
શ્રી શાહે અમદાવાદમાં ભદ્ર કિલ્લા ખાતે આવેલા નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે શિશ ઝૂકાવ્યું.