કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આસામના ગુવાહાટીમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.શ્રી શાહ રાજભવનની નવનિર્મિત બ્રહ્મપુત્ર શાખાનું ઉદ્ઘાટન, રાષ્ટ્રીય સાયબર ફોરેન્સિક પ્રયોગશાળાનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે અને સશસ્ત્ર દળોના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.બાદમાં, શ્રી શાહ ગુવાહાટીમાં પંચાયત સંમેલનમાં હાજરી આપશે, જ્યાં લગભગ 20 હજાર ચૂંટાયેલા પંચાયત પ્રતિનિધિઓ હાજરી આપે તેવી અપેક્ષા છે, જેમાં ભાજપના 16 હજાર 671 અને NDAનાં અન્ય સહયોગીઓના 1 હજાર 500થી વધુ પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
Site Admin | ઓગસ્ટ 29, 2025 8:35 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આસામમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત મુહુર્ત કરશે
