ઓગસ્ટ 26, 2025 7:31 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, સરહદી વિસ્તારોમાં વસ્તી વિષયક પરિવર્તન દેશ અને તેની સરહદોની સુરક્ષા પર સીધી અસર કરે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, સરહદી વિસ્તારોમાં વસ્તી વિષયક પરિવર્તન દેશ અને તેની સરહદોની સુરક્ષા પર સીધી અસર કરે છે. શ્રી શાહે આજે નવી દિલ્હીમાં બે દિવસીય વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રને સંબોધતા આ વાત કહી હતી. તેમણે કહ્યું કે મોદી સરકારે સરહદી ગામડાઓમાંથી સ્થળાંતર રોકવા અને 100 ટકા સંતૃપ્તિ પ્રાપ્ત કરવા માટે વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ શરૂ કર્યો હતો. શ્રી શાહે કહ્યું કે આ કાર્યક્રમ સરહદી ગામડાઓમાં માળખાગત સુવિધાઓ, સંસ્કૃતિ અને પર્યટનના સંરક્ષણ અને પ્રોત્સાહન દ્વારા રોજગારીમાં વધારો કરી રહ્યો છે. તેમણે ભાર મૂક્યો કે અરુણાચલ પ્રદેશમાં વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ લાગુ કર્યા પછી, ઘણા સરહદી ગામડાઓમાં વસ્તીમાં વધારો થયો છે.