કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 130-મા બંધારણ સંશોધન ખરડા 2025ના વિરોધ અંગે વિરોધ પક્ષના દળ પર પ્રહાર કર્યા. એક સમાચાર સંસ્થા સાથેની રૂબરૂ મુલાકાતમાં શ્રી શાહે વિરોધ પક્ષના નેતાઓ પર જેલમાં હોવા છતાં સરકાર બનાવવા અને ચલાવવાના પ્રયાસ કરી રહ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો. તેમણે આ ખરડા સામે વિપક્ષના વિરોધને લોકશાહી વિરોધી ગણાવ્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ પ્રધાનમંત્રી પદને પણ આ ખરડા હેઠળ લાવવા પર ભાર આપ્યો હતો તેમ શ્રી શાહે ઉંમેર્યું. તેમણે ભારતીય લોક પ્રતિનિધિત્વ અધિનિયમનો પણ ઉલ્લેખ કર્યો.
શ્રી શાહે કહ્યું, જો કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિને બે વર્ષ કે તેથી વધુ સજા થાય છે તો તેને સંસદ સભ્ય પદ પરથી દૂર કરાશે. 130-મા બંધારણ સંશોધન ખરડા અંગે સંયુક્ત સંસદીય સમિતિ- JPC-ના વિરોધ પક્ષના દળ દ્વારા બહિષ્કાર અંગે શ્રી શાહે કહ્યું, JPC પોતાનું કામ કરશે.
Site Admin | ઓગસ્ટ 25, 2025 2:18 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 130-મા બંધારણ સંશોધન ખરડા 2025ના વિરોધ અંગે વિરોધ પક્ષના દળ પર પ્રહાર કર્યા.
