ઓગસ્ટ 24, 2025 8:33 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હી વિધાનસભા ખાતે બે દિવસીય અખિલ ભારતીય અધ્યક્ષ સંમેલનનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હી વિધાનસભા ખાતે બે દિવસીય અખિલ ભારતીય અધ્યક્ષ સંમેલનનું ઉદ્ઘાટન કરશે. દેશના પ્રથમ ચૂંટાયેલા સ્પીકર તરીકે વિઠ્ઠલભાઈ પટેલે કેન્દ્રીય વિધાનસભાના સ્પીકર તરીકે કાર્યભાર સંભાળ્યો તેની શતાબ્દીની ઉજવણી માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 29 રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ અને છ રાજ્યોની વિધાન પરિષદોના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તેમાં ભાગ લેશે.
દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે સ્વતંત્રતા સંગ્રામમાં વિઠ્ઠલભાઈ પટેલના જીવન, સંસદીય યોગદાન અને ભૂમિકા પર આધારિત એક પ્રદર્શન, એક ખાસ દસ્તાવેજી અને એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવશે. શ્રી ગુપ્તાએ જણાવ્યું હતું કે સંમેલનના સમાપન સત્રની અધ્યક્ષતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કરશે.
આ સંમેલનમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ, કેન્દ્રીય મંત્રીઓ ગજેન્દ્રસિંહ શેખાવત અને કિરેન રિજિજુ, ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમાર, દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા મુખ્ય વક્તાઓ હશે.