કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગઇકાલે નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલયની ‘આપત્તિ વ્યવસ્થાપન અને ક્ષમતા નિર્માણ’ પર સંસદીય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી.બેઠકને સંબોધતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું નરેન્દ્ર મોદી સરકારે બચાવ-કેન્દ્રિત બનાવવા માટે અભિગમ અને વ્યૂહરચનામાં ફેરફાર કર્યો છે.તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં, આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ઘણા મોટા નીતિગત અને સંસ્થાકીય નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મોદી સરકારની આપત્તિ પ્રતિભાવ નીતિ ક્ષમતા નિર્માણ, ઝડપ, કાર્યક્ષમતા અને ચોકસાઈના ચાર સ્તંભો પર આધારિત છે. આના પરિણામે 1999માં ઓડિશામાં આવેલા સુપર સાયક્લોનથી 10,000 લોકોના મોત થયા હતા જ્યારે 2023માં ગુજરાતના બિપરજોય અને 2024માં ઓડિશાના દાનામાં શૂન્ય જાનહાનિ થઈ હતી.ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં મોદી સરકારના પ્રયાસોના પરિણામે ચક્રવાતને કારણે થયેલા નુકસાનમાં 98% ઘટાડો થયો છે અને હિટ વેવ (ગરમીના મોજા)ના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.ગૃહમંત્રીએ તાજેતરમાં અનેક રાજ્યોમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનની થયેલી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે વાદળ ફાટવા અને ભૂસ્ખલનનો સામનો કરવા માટે વ્યૂહરચના તૈયાર કરવામાં આવી રહી છે.
Site Admin | ઓગસ્ટ 20, 2025 8:40 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં, આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ઘણા મોટા નીતિગત અને સંસ્થાકીય નિર્ણયો લેવાયા
