કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે બિહારના સીતામઢી જિલ્લામાં પુનૌરા ધામ ખાતે દેવી સીતાને સમર્પિત ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરશે.બનારસ અને મિથિલાના વિદ્વાનો અને પુજારીઓની દેખરેખ હેઠળ આજે બપોરે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે આ શિલાન્યાસ કરાશે. મંદિર અને તેની આસપાસના સંકુલના નિર્માણ પર અંદાજે 883 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. બિહાર સરકારે નવા મંદિરના નિર્માણ માટે 50 એકર જમીન સંપાદન કરવાનો નિર્ણય લીધો છે. મંદિરના સંચાલન માટે શ્રી જાનકી જન્મભૂમિ પુનૌરા ધામ મંદિર ન્યાસ સમિતિ નામના ટ્રસ્ટની રચના કરવામાં આવી છે.કેન્દ્રીય ગૃહમંત્રી આ પ્રસંગે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. તેઓ સીતામઢીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સીતામઢી-નવી દિલ્હી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી આપશે.
Site Admin | ઓગસ્ટ 8, 2025 7:43 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી આજે બિહારના સીતામઢી જિલ્લામાં પુનૌરા ધામ ખાતે સીતામાતાના ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરશે
