જુલાઇ 31, 2025 9:32 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, મોદી સરકારના શાસનમાં જમ્મુ-કાશ્મીર આતંકવાદથી મુક્ત થશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, મોદી સરકારના શાસનમાં જમ્મુ-કાશ્મીર આતંકવાદથી મુક્ત થશે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતના સફળ અને નિર્ણાયક ઓપરેશન સિંદૂર પર ગઈકાલે રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપતા શ્રી શાહે કહ્યું કે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરાશે અને આતંકવાદી માળખાને નાબૂદ કરાશે.

શ્રી શાહે ઓપરેશન મહાદેવની સફળતા બદલ સશસ્ત્ર દળો અને સુરક્ષા સંસ્થાઓની ભૂમિકાની પ્રશંસા કરી, જેમાં પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ ત્રણ આતંકીને ઠાર કરાયા હતા. તેમણે કહ્યું ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને જડબાતોડ જવાબ અપાયો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.