કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ઑપરેશન સિંદૂર અંગેની વિશેષ ચર્ચા દરમિયાન ઑપરેશન મહાદેવની માહિતી આપી. તેમણે કહ્યું, આ અભિયાન અંતર્ગત પહલગામ આતંકી હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓને ઠાર મરાયા છે. તેમણે કહ્યું, સેના, કેન્દ્રીય અનામત પોલીસ દળ- CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત અભિયાનમાં આ ત્રણેય આતંકી ઠાર મરાયા હતા.
શ્રી શાહે કહ્યું, જે લોકોએ આ આતંકવાદીઓને મદદ કરી હતી, તેમની પાસે પણ ઓળખ કરાવવામાં આવી હતી. આ જ લોકો પહલગામમાં હુમલો કરનારા આતંકવાદી હતા. આ ઉપરાંત ઘટનાસ્થળેથી મળેલી કારતૂસ અંગે ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળા- F.S.L. તપાસ કરાવવામાં આવી.
Site Admin | જુલાઇ 29, 2025 2:13 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં જણાવ્યું કે, ઓપરેશન મહાદેવમાં પહલગામ આતંકી હુમલામાં સામેલ આતંકવાદીઓ ઠાર મરાયા
